Saturday, 1 June 2013

Asho Maso Sharad Punam Ni Raat

Asho Maso Sharad Punam Ni Raat
આસો માસો શરદ પૂનમની રાત 

આસો માસો શરદ પૂનમની રાત જો
 ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

સસરો મારો ઓલા જનમનો બાપ જો
 સાસુ રે ઓલા જનમની માવડી

જેઠ મારો અષાઢીલો મેઘ જો
 જેઠાણી ઝબૂકે વાદળ વીજળી

દેર મારો દેરાસરનો દેવ જો
 દેરાણી દેરાસર કેરી પૂતળી

નણંદ મારી વાડી માયલી વેલ જો
 નણદોઈ મારો પારસ પીપળો

પરણ્યો મારો સગી નણંદનો વીર જો
 તાણીને બાંધે નવરંગ પાઘડી

આસો માસો શરદ પૂનમની રાત જો
 ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

Gor Andhari Re Rataldima

Gor Andhari Re Rataldima
ઘોર અંધારી રે રાતલડીમાં 

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે  મા  રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે  ઘોડે   રે   કોણ  ચડે  મા  કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  મા  બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે  ઘોડે   રે  કોણ  ચડે  મા  હર્ષદનો  અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

Wednesday, 29 May 2013

Range Rame Anande Rame

Range Rame Anande Rame

રંગે રમે આનંદે રમે

રંગે રમે આનંદે રમે રે આજ નવદુર્ગા રંગે રમે આદિત્યે આવિયા અલબેલી મંડપમાં મતવાલા રે ભમે રંગે રમે આનંદે રમે રે આજ નવદુર્ગા રંગે રમે સોળે શણગાર માના અંગે સુહાવે હીરલા રતન માને અરૂણા સમે આજ નવદુર્ગા રંગે રમે મંગળવારે માજી છે ઉમંગમાં ચાચર આવીને ગરબે રમે આજ નવદુર્ગા રંગે રમે બુધવારે માજી બેઠા વિરાજે રાસ વિલાસ માએ ગાયો છે આજ નવદુર્ગા રંગે રમે ગુરુવારે મા ગરબે રમે છે ચંદન પુષ્પ તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શુક્રવારે માજી ભાવ ધરીને હેતે રમે તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શનિવારે મહાકાળી થયા છે ભક્ત ભોજન માને ગમતા જમે આજ નવદુર્ગા રંગે રમે વલ્લભ કહે માને ભાવે ભજો ને રાસ વિલાસ ગાયો સૌએ અમે આજ નવદુર્ગા રંગે રમે 

Maro Sonano Gadulo Re

Maro Sonano Gadulo Re

મારો સોનાનો, ઘડુલો રે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ
હે  નવરંગી ચૂંદડી   ચટકે ને મન મોહે રાજ

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

હે અંગે અંગરખું   વા'લાને બહુ શોભે રાજ
હે રેશમનો ચણિયો  ચટકે ને મન મોહે રાજ

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ
હે  અંબોડે  ફૂલડાં  ચટકે  ને મન મોહે રાજ

હે  ઘૂંઘટની ઓરકોર    હે  પાલવની  ઓરકોર
ગોરું મુખલડું મલકે છે  હા, પાણીડાં છલકે છે

મારો સોનાનો, ઘડુલો રે
હા, પાણીડાં છલકે છે  હા,પાણીડાં છલકે છે

Tuesday, 28 May 2013

Rangtali Rangtali

Rangtali Rangtali

રંગતાળી રંગતાળી

રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી
મા   ગબ્બરના    ગોખવાળી   રે રંગમાં રંગતાળી

મા   ચાચડના    ચોકવાળી    રે રંગમાં રંગતાળી
મા   મોતીઓના   હારવાળી   રે રંગમાં રંગતાળી

મા   ઘીના     દીવડાવાળી    રે રંગમાં રંગતાળી
મા   ચુંવાળના   ચોકવાળી    રે રંગમાં રંગતાળી

મા    અંબે     આરાસુરવાળી  રે રંગમાં રંગતાળી
મા    કાળી   તે  પાવાવાળી  રે રંગમાં રંગતાળી

મા   કલકત્તામાં  દિસે  કાળી   રે રંગમાં રંગતાળી
મા   અમદાવાદે    ભદ્રકાળી   રે રંગમાં રંગતાળી

મા   દૈત્યોને   મારવાવાળી   રે રંગમાં રંગતાળી
મા   ભક્તોને  મન  વહાલી   રે રંગમાં રંગતાળી

માએ  કનકનો ગરબો  લીધો   રે રંગમાં રંગતાળી
તેમાં રત્નનો   દીવડો  કીધો   રે રંગમાં રંગતાળી

માંહી  બત્રીસ બત્રીસ  જાળી   રે રંગમાં રંગતાળી
માંહી નાના  તે  વિધની ભાત રે રંગમાં રંગતાળી

માએ  શણગાર  સજ્યા સોળે   રે રંગમાં રંગતાળી
મા  ફરે રે  કંકુડાં ઘોળી         રે રંગમાં રંગતાળી

માને નાકે શોભે સોનાની વાળી રે રંગમાં રંગતાળી
ક્યાંય મળતી નથી જોડ તેની  રે રંગમાં રંગતાળી

માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને  જોયાની  ખાંત્યુ રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી

Zulan Morali Vagi Re, Rajana Kunwar

Zulan Morali Vagi Re, Rajana Kunwar

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો હાલો ને જોવા જાયેં રે

મોરલી વાગી રે, રાજાના કુંવર
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર

પીતળિયા પલાણ રે
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર

દસેય આંગળીએ વેઢ રે
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર

કિનખાબી સુરવાળ રે
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર

ચાલે ચટકતી ચાલ્ય રે
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !

હાલો હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુવર

Friday, 24 May 2013

Mano Garbo Re Rame Rajne Darbar

માનો ગરબો રે , રમે રાજને દરબાર
 
 રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
 એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
 માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ

 માનો ગરબો રે , રમે રાજને દરબાર

 રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર
 એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ
 માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ

 માનો ગરબો રે , રમે રાજને દરબાર

 રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર
 એલી ઘાંચીડાની નાર તું તો સુતી હોય તો જાગ
 માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ

 માનો ગરબો રે, રમે રાજને દરબાર
Your Ad Here