Thursday 23 May 2013

Nagar Nandaji Na Lal

        Nagar Nandaji Na Lal
 
        નાગર નંદજીના લાલ
        રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 કાના ! જડી હોય તો આલ, કાના ! જડી હોય તો આલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી
 તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
 જોતી ... જોતી ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 એક એક મોતી માંહી સોના કેરો તાર
 સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
 ભાર... ભાર ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય
 મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
 ખાય... ખાય... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર
 રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
 ચોર... ચોર... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી
 ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
 કહેતી ... કહેતી ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

 તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
 બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
 થોડી ... થોડી ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

Ame Maiyara Re Gokul Gamna

Ame Maiyara Re Gokul Gamna 
અમે મૈયારા રે…ગોકુળ ગામનાં
 
અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ  મહિ  વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા
મૈયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી  ભાન  સાન  ઉંઘતી  જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારા રે… ગોકુળ ગામનાં

માવડી  જશોદાજી  કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર  નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

He Mare Mahishagar Ne Are Dhol Vage Se

He Mare Mahishagar Ne Are Dhol Vage Se
હે મારે મહિસાગરને આરે 
 
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

Ek Canjari Zolan Zulti Ti

Ek Canjari Zolan Zulti Ti
 
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
 
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી

માએ પહેલે પગથીયે પગ મૂક્યો
માની પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ બીજે પગથીયે પગ મૂક્યો
માના ઘૂંટણ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માના ઢીંચણ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ ચોથે પગથીયે પગ મૂક્યો
માના સાથળ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ પાંચમે પગથીયે પગ મૂક્યો
માની કેડ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો
માની છાતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ સાતમે પગથીયે પગ મૂક્યો
માના ગળાં સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ આઠમે પગથીયે પગ મૂક્યો
માના કપાળ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

માએ નવમે પગથીયે પગ મૂક્યો
માના માથા સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
Your Ad Here