Thursday, 13 June 2013

Nadi Kinare Naliyeri Re - Gujarati Raas Garba Lyrics

Nadi Kinare Naliyeri Re - Gujarati Raas Garba Lyrics 
 
નદી કિનારે નાળિયેરી 

નદી  કિનારે  નાળિયેરી  રે ભાઈ નાળિયેરી રે
હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે

પહેલું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે કાળકા માને  કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી  કિનારે  નાળિયેરી    રે ભાઈ નાળિયેરી રે

બીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે બહુચર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી  કિનારે  નાળિયેરી  રે  ભાઈ નાળિયેરી રે

ત્રીજું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે  અંબા માને કાજ  રે ભાઈ નાળિયેરી રે
નદી  કિનારે  નાળિયેરી   રે  ભાઈ નાળિયેરી રે

ચોથું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે  મેલડી માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી  કિનારે  નાળિયેરી  રે  ભાઈ નાળિયેરી રે

પાચમું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે ખોડીયાર માને કાજ રે ભાઈ નાળિયેરી રે
નદી  કિનારે  નાળિયેરી   રે    ભાઈ નાળિયેરી રે

છઠ્ઠું તે નાળિયેર નવરંગી રે ભાઈ નાળિયેરી રે
હો મારે ચામુંડાને  કાજ  રે  ભાઈ નાળિયેરી રે
નદી  કિનારે  નાળિયેરી  રે ભાઈ નાળિયેરી રે

નદી  કિનારે નાળિયેરી   રે ભાઈ નાળિયેરી રે
હો મારે કાળકા માને કાજ રે ભાઈ નાળિયેરી રે

Sachi Re Mari Sat Re Bhavani Ma - Gujarati Raas Garba Lyrics

Sachi Re Mari Sat Re Bhavani Ma - Gujarati Raas Garba Lyrics
 
સાચી રે મારી સત રે ભવાની મા 

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
હું તો તારી સેવા કરીશ  મૈયા લાલ
નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ
માતા સતનું ચમકે છે મોતી
માડી રે મારી શક્તિ ભવાની મા
હું તો તારી આરતી ઉતારું મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

શક્તિ રે તું તો જગની જનેતા મા
ભોળી ભવાની મા અંબા ભવાની માત
હું તો તારા પગલાં પૂજીશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા

જગમાં તેં જ એક માયા રચાવી
દર્શન દેવા તું સામે રે આવી
માડી રે આવો રમવા ભવાની મા
હું તો તારાં વારણાં લઈશ મૈયા લાલ

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા
Your Ad Here