Saturday, 1 June 2013

Asho Maso Sharad Punam Ni Raat

Asho Maso Sharad Punam Ni Raat
આસો માસો શરદ પૂનમની રાત 

આસો માસો શરદ પૂનમની રાત જો
 ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

સસરો મારો ઓલા જનમનો બાપ જો
 સાસુ રે ઓલા જનમની માવડી

જેઠ મારો અષાઢીલો મેઘ જો
 જેઠાણી ઝબૂકે વાદળ વીજળી

દેર મારો દેરાસરનો દેવ જો
 દેરાણી દેરાસર કેરી પૂતળી

નણંદ મારી વાડી માયલી વેલ જો
 નણદોઈ મારો પારસ પીપળો

પરણ્યો મારો સગી નણંદનો વીર જો
 તાણીને બાંધે નવરંગ પાઘડી

આસો માસો શરદ પૂનમની રાત જો
 ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં

Gor Andhari Re Rataldima

Gor Andhari Re Rataldima
ઘોર અંધારી રે રાતલડીમાં 

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

લીલે  ઘોડે   રે  કોણ  ચડે  મા  રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

કાળે  ઘોડે   રે   કોણ  ચડે  મા  કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે  રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

ધોળે  ઘોડે   રે  કોણ  ચડે  મા  બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે   સુખલડું   મા  અધમણની  કુલેર
રમજો રમજો રે   ગોરણિયું  તમે રમજો  સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર

રાતે  ઘોડે   રે  કોણ  ચડે  મા  હર્ષદનો  અસવાર
હર્ષદ માવડી રે રણે ચડ્યાં મા સોળ સજી શણગાર
સવા  મણનું  રે  સુખલડું  મા  અધમણની  કુલેર
રમજો રમજો રે  ગોરણિયું  તમે રમજો સારી રાત

ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
ઘોર અંધારી રે  રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર
Your Ad Here