Thursday 21 March 2013

વા વાયા ને વાદળ ઊમટ્યા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે મળવા ન આવો શા માટે
તમે મળવા ન આવો શા માટે
ન આવો તો નંદજીની આણ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે ગોકુળમાં ગૌધન ચારંતા
તમે છો સદાયના ચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડણના ભાણેજ
મળવા આવો સુંદિરવર શામળિયા

તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે વ્રજમાં તે વાંસળી વાજંતા
તમે ગોપીઓના ચિત્તચોર
મળવા આવો સુંદિરવર શામળિયા

મેતા નરશીના સ્વામી શામળિયા
મેતા નરશીના સ્વામી શામળિયા
અમને તેડી રમાડ્યા રાસ
મળવા આવો સુંદિરવર શામળિયા

વા વાયા ને વાદળ ઊમટ્યા
ગોકુળમાં ટહુક્યા મોર
મળવા આવો સુંદિરવર શામળિયા

Thursday 14 March 2013

માતાજીના ઊંચા મંદિર

માતાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ !

રાધાગોરી, ગરબે રમવા હાલો,
સાહેલી સહુ ટોળે વળી રે લોલ !

ક્યાં છે મારા રામસીંગભાઈના ગોરી
મુખલડે અમી ઝરે રે લોલ !

ક્યાં છે મારા વીરસીંગભાઈના ગોરી !
હાથલડે હીરા જડ્યા રે લોલ !

ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી,
પગલડે પદમ જડ્યા રે લોલ !

માતાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરુખડે દીવા બળે રે લોલ !

Tuesday 5 March 2013

ચોખલિયાળી ચૂંદડી


ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને

સોળે   શણગાર   સોહે
માડીમાં મન મારું મોહે
અનંતની ઓઢી ઓઢણી મા ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને

ગગનગોખમાં ગરબે ઘૂમે તારલિયું રળિયાત 
સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત મા ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને

ચોરે ને ચૌટે માનાં કંકુ વેરાણાં
ગોખે ગોખે જ્યોતિ ઝબકે છાંટણાં છંટાયા
તાળી કેરા તાલે માડી ગરબે ઘૂમવા આવો ને

ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને
amber19baker.tumblr

Friday 1 March 2013

આસમાની રંગની ચૂંદડી રે


આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રે,  હીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે  મજાની ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે,    મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે,     ચૂંદડી  રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રે,  ફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રે,  ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
Your Ad Here