Tuesday, 28 May 2013

Rangtali Rangtali

Rangtali Rangtali

રંગતાળી રંગતાળી

રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી
મા   ગબ્બરના    ગોખવાળી   રે રંગમાં રંગતાળી

મા   ચાચડના    ચોકવાળી    રે રંગમાં રંગતાળી
મા   મોતીઓના   હારવાળી   રે રંગમાં રંગતાળી

મા   ઘીના     દીવડાવાળી    રે રંગમાં રંગતાળી
મા   ચુંવાળના   ચોકવાળી    રે રંગમાં રંગતાળી

મા    અંબે     આરાસુરવાળી  રે રંગમાં રંગતાળી
મા    કાળી   તે  પાવાવાળી  રે રંગમાં રંગતાળી

મા   કલકત્તામાં  દિસે  કાળી   રે રંગમાં રંગતાળી
મા   અમદાવાદે    ભદ્રકાળી   રે રંગમાં રંગતાળી

મા   દૈત્યોને   મારવાવાળી   રે રંગમાં રંગતાળી
મા   ભક્તોને  મન  વહાલી   રે રંગમાં રંગતાળી

માએ  કનકનો ગરબો  લીધો   રે રંગમાં રંગતાળી
તેમાં રત્નનો   દીવડો  કીધો   રે રંગમાં રંગતાળી

માંહી  બત્રીસ બત્રીસ  જાળી   રે રંગમાં રંગતાળી
માંહી નાના  તે  વિધની ભાત રે રંગમાં રંગતાળી

માએ  શણગાર  સજ્યા સોળે   રે રંગમાં રંગતાળી
મા  ફરે રે  કંકુડાં ઘોળી         રે રંગમાં રંગતાળી

માને નાકે શોભે સોનાની વાળી રે રંગમાં રંગતાળી
ક્યાંય મળતી નથી જોડ તેની  રે રંગમાં રંગતાળી

માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને  જોયાની  ખાંત્યુ રે રંગમાં રંગતાળી

રંગતાળી રંગતાળી  રંગતાળી  રે રંગમાં રંગતાળી

Zulan Morali Vagi Re, Rajana Kunwar

Zulan Morali Vagi Re, Rajana Kunwar

ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો હાલો ને જોવા જાયેં રે

મોરલી વાગી રે, રાજાના કુંવર
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર

પીતળિયા પલાણ રે
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર

દસેય આંગળીએ વેઢ રે
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર

કિનખાબી સુરવાળ રે
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર

ચાલે ચટકતી ચાલ્ય રે
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !

હાલો હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુવર

Friday, 24 May 2013

Mano Garbo Re Rame Rajne Darbar

માનો ગરબો રે , રમે રાજને દરબાર
 
 રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
 એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
 માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ

 માનો ગરબો રે , રમે રાજને દરબાર

 રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર
 એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ
 માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ

 માનો ગરબો રે , રમે રાજને દરબાર

 રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર
 એલી ઘાંચીડાની નાર તું તો સુતી હોય તો જાગ
 માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ

 માનો ગરબો રે, રમે રાજને દરબાર

Khamma Mara Nandjina Lal

ખમ્મા મારા નંદજીના

Thursday, 23 May 2013

Nagar Nandaji Na Lal

        Nagar Nandaji Na Lal
 
        નાગર નંદજીના લાલ
        રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 કાના ! જડી હોય તો આલ, કાના ! જડી હોય તો આલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી
 તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
 જોતી ... જોતી ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 એક એક મોતી માંહી સોના કેરો તાર
 સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
 ભાર... ભાર ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય
 મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
 ખાય... ખાય... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર
 રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
 ચોર... ચોર... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી

 તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી
 ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
 કહેતી ... કહેતી ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

 તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
 બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
 થોડી ... થોડી ... નાગર નંદજીના લાલ
 રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

Ame Maiyara Re Gokul Gamna

Ame Maiyara Re Gokul Gamna 
અમે મૈયારા રે…ગોકુળ ગામનાં
 
અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

મથુરાની વાટ  મહિ  વેચવાને નીસરી
નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી
હે… મારે દાણ દેવા, નઇ લેવા
મૈયારા રે… ગોકુળ ગામના

યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો
ભુલાવી  ભાન  સાન  ઉંઘતી  જગાડતો
હે… મારે જાગી જોવું ને જાવું
મૈયારા રે… ગોકુળ ગામનાં

માવડી  જશોદાજી  કાનજીને વાળો
દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો
હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

નરસિંહનો નંદકિશોર  નાનકડો કાનજી
ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી
નિર્મળ હૈયાની વાત કહેવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

અમે મૈયારા રે… ગોકુળ ગામનાં
મારે મહિ વેચવાને જાવા
મૈયારા રે… ગોકુળ ગામનાં

He Mare Mahishagar Ne Are Dhol Vage Se

He Mare Mahishagar Ne Are Dhol Vage Se
હે મારે મહિસાગરને આરે 
 
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
Your Ad Here