ખમ્મા મારા નંદજીના


Watch Online Free Download Gujarati Natak List Video Songs Lyrics Gazal Bhajan Lagna Geet Aarti Raas Garba Film Movies Halarda Kavita Prathana Mp3 Ringtone Sms Jokes Shayari Messages Baby Boy Names Culture Slogan Recipes Rangoli Thoughts Varta Wallpaper Story Old Songs Poems
Friday, 24 May 2013
Thursday, 23 May 2013
Nagar Nandaji Na Lal
Nagar Nandaji Na Lal
નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
કાના ! જડી હોય તો આલ, કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી ... જોતી ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
એક એક મોતી માંહી સોના કેરો તાર
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર... ભાર ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય... ખાય... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર... ચોર... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી ... કહેતી ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી ... થોડી ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
Ame Maiyara Re Gokul Gamna
Ame Maiyara Re Gokul Gamna
અમે મૈયારા રે…ગોકુળ ગામનાં અમે મૈયારા રે… ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મૈયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહિ વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા, નઇ લેવા મૈયારા રે… ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો હે… મારે જાગી જોવું ને જાવું મૈયારા રે… ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વાળો દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા મૈયારા રે… ગોકુળ ગામનાં નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી નિર્મળ હૈયાની વાત કહેવા મૈયારા રે… ગોકુળ ગામનાં અમે મૈયારા રે… ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મૈયારા રે… ગોકુળ ગામનાં
He Mare Mahishagar Ne Are Dhol Vage Se
He Mare Mahishagar Ne Are Dhol Vage Se
હે મારે મહિસાગરને આરે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સોનીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારા માની નથણીયું લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સુથારી આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માનો બાજોઠીયો લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં દોશીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માની ચુંદડીયો લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
Ek Canjari Zolan Zulti Ti
Ek Canjari Zolan Zulti Ti
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી માએ પહેલે પગથીયે પગ મૂક્યો માની પાની સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ બીજે પગથીયે પગ મૂક્યો માના ઘૂંટણ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો માના ઢીંચણ સમાણા નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ ચોથે પગથીયે પગ મૂક્યો માના સાથળ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ પાંચમે પગથીયે પગ મૂક્યો માની કેડ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો માની છાતી સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ સાતમે પગથીયે પગ મૂક્યો માના ગળાં સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ આઠમે પગથીયે પગ મૂક્યો માના કપાળ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ નવમે પગથીયે પગ મૂક્યો માના માથા સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
Tuesday, 14 May 2013
Tu Kali ne Kalyani Re Ma
Tu Kali ne Kalyani Re Ma
તું કાળી ને કલ્યાણી રે મા તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
Saturday, 11 May 2013
Ma Pava Te Gadhathi
Ma Pava Te Gadhathi
મા પાવા તે ગઢથી મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા માળી તે આવે મલપતો, મા કાળી રે એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા કુંભારી આવે મલપતો, મા કાળી રે એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા સુથારી આવે મલપતો, મા કાળી રે એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
Subscribe to:
Posts (Atom)