Tuesday, 14 May 2013

Tu Kali ne Kalyani Re Ma

Tu Kali ne Kalyani Re Ma
તું કાળી ને કલ્યાણી રે મા  

તું કાળી  ને  કલ્યાણી રે મા,  જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું    શંકરની    પટરાણી   રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું    ભસ્માસુર   હરનારી   રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું  હરિશ્ચંદ્ર  ઘરે  પટરાણી  રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું  રામચંદ્ર  ઘેર  પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું  રાવણને   રોળનારી    રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું   પાંડવ  ઘેર   પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું   કૌરવકુળ    હણનારી  રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

Saturday, 11 May 2013

Ma Pava Te Gadhathi

Ma Pava Te Gadhathi
મા પાવા તે ગઢથી 
 
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે

મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા માળી તે આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા કુંભારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા સુથારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે
તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

Monday, 6 May 2013

Hoo Marvada

Hoo Marvada
હો મારવાડા 
 
તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર જામનગર જાજો રે મારવાડા
તમે જામનગરથી લેરિયું લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા

તમે એક વાર ઘોઘા જાજો રે મારવાડા
તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની ડાબલી લાવજો રે મારવાડા

તમે એક વાર પાટણ જાજો રે મારવાડા
તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા
તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા

તમે એક વાર ચિત્તળ જાજો રે મારવાડા
તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે મારવાડા

તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા
હોં કે પેલું લાવજો રે, મારવાડા

તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા
તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા

Dholida Dhol Tu Dheeme Vagad Na

Dholida Dhol Tu Dheeme Vagad Na
ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....ચમકતી ચાલ અને    ઘૂઘરી ઘમકાર
હો....નૂપુરના  નાદ સાથે તાળીઓના તાલ

ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો....મોગરાની વેણીમાં    શોભે ગુલાબ
નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

હો....સોળે શણગાર સજી,  રૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

Tuesday, 30 April 2013

Kan Kya Rami Aavya

Kan Kya Rami Aavya 
કાન ક્યાં રમી આવ્યા 
 
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પગનાં ઝાંઝરા ક્યાં મૂકી આવ્યા
સાંકળા તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

પીળુ પીતાંબર ક્યાં મૂકી આવ્યા
સાળુ તે કોના ચોરી લાવ્યા 
હો કાન ક્યાં રમી આવ્યા

કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યા
એરિંગ તે કોના ચોરી લાવ્ચા
હો કાન ક્યાં રમી આવ્યા

મુખની મોરલી ક્યાં મૂકી આવ્યા
ખંજરી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મનડું તમારું ક્યાં મૂકી આવ્યા
સુધબુધ તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા

Tuesday, 23 April 2013

He Ranglo Jamyo

He Ranglo Jamyo
હે રંગલો જામ્યો  
 
હે  રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ  
રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ 

હે  હાલ્ય  હાલ્ય  હાલ્ય
વહી  જાય  રાત  વાતમાં  ને,  માથે  પડશે  પરભાત
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ  
રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ

હે  રંગરસીયા
હે  રંગરસીયા  તારો  રાહડો  માંડી  ને,  ગામને  છેવાડે  બેઠાં
કાના  તારી  ગોપલીએ, તારે હાટુ  તો કામ બધા  મેલ્યાં  હેઠાં
હે  તને  બરકે  તારી  જશોદા  તારી  માત
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ 
રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ 

મારા  પાલવનો  છેડલો  મેલ,  છોગાળા ઓ  છેલ
કે  મન  મારું  મલકે  છે
એ  હું  મોરલો  ને  તું  તો  મારી  ઢેલ
હું  છોડવો  તું  વેલ
કે  મન  મારું  ધડકે  છે

રંગલો જામ્યો  કાલિંદરીને  ઘાટ
છોગાળા  તારા
હો  રે  છબીલા  તારા
હો  રે  રંગીલા  તારા  રંગભેરુ  જુએ  તારી  વાટ 

Kesariyo Rang Tane Lagyo Re Lol

Kesariyo Rang Tane Lagyo Re Lol
કેસરિયો રંગ તને  

કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

આસોના નવરાત્ર આવ્યા અલ્યા ગરબા
આસોના નવરાત્ર આવ્યા રે લોલ

ઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે ગરબા
ઝીણા ઝીણા જાળિયાં મુકાવ્યાં રે લોલ

કંકુના સાથિયા પુરાવ્યા રે ગરબા
કંકુના સાથિયા પુરાવ્યા રે લોલ

કોના કોના માથે ફર્યો રે ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ

નાની નાની બેનડીના માથે રે ગરબો
નાની નાની બેનડીના માથે રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

ઘૂમતો ઘૂમતો આવ્યો રે ગરબો
ઘૂમતો ઘૂમતો આવ્યો રે લોલ

હરતો ને ફરતો આવ્યો રે આરાસુર
હરતો ને ફરતો આવ્યો રે લોલ
 
મા અંબાએ તને વધાવ્યો રે ગરબા
મા અંબાએ તને વધાવ્યો રે લોલ

હરતો ને ફરતો આવ્યો રે પાવાગઢ
હરતો ને ફરતો આવ્યો રે લોલ
 
મા કાળીએ તને વધાવ્યો રે ગરબા
મા કાળીએ તને વધાવ્યો રે લોલ

હરતો ને ફરતો આવ્યો માટેલ ગામ
હરતો ને ફરતો આવ્યો રે લોલ
 
મા ખોડિયારે તને વધાવ્યો રે ગરબા
મા ખોડિયારે તને વધાવ્યો રે લોલ

હરતો ને ફરતો આવ્યો શંખલપુર
હરતો ને ફરતો આવ્યો રે લોલ
 
મા બહુચરે તને વધાવ્યો રે ગરબા
મા બહુચરે તને વધાવ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો રે ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
Your Ad Here