Range Rame Anande Rame
રંગે રમે આનંદે રમે
રંગે રમે આનંદે રમે રે આજ નવદુર્ગા રંગે રમે આદિત્યે આવિયા અલબેલી મંડપમાં મતવાલા રે ભમે રંગે રમે આનંદે રમે રે આજ નવદુર્ગા રંગે રમે સોળે શણગાર માના અંગે સુહાવે હીરલા રતન માને અરૂણા સમે આજ નવદુર્ગા રંગે રમે મંગળવારે માજી છે ઉમંગમાં ચાચર આવીને ગરબે રમે આજ નવદુર્ગા રંગે રમે બુધવારે માજી બેઠા વિરાજે રાસ વિલાસ માએ ગાયો છે આજ નવદુર્ગા રંગે રમે ગુરુવારે મા ગરબે રમે છે ચંદન પુષ્પ તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શુક્રવારે માજી ભાવ ધરીને હેતે રમે તે માને ગમે આજ નવદુર્ગા રંગે રમે શનિવારે મહાકાળી થયા છે ભક્ત ભોજન માને ગમતા જમે આજ નવદુર્ગા રંગે રમે વલ્લભ કહે માને ભાવે ભજો ને રાસ વિલાસ ગાયો સૌએ અમે આજ નવદુર્ગા રંગે રમે
Watch Online Free Download Gujarati Natak List Video Songs Lyrics Gazal Bhajan Lagna Geet Aarti Raas Garba Film Movies Halarda Kavita Prathana Mp3 Ringtone Sms Jokes Shayari Messages Baby Boy Names Culture Slogan Recipes Rangoli Thoughts Varta Wallpaper Story Old Songs Poems
Wednesday, 29 May 2013
Range Rame Anande Rame
Maro Sonano Gadulo Re
Maro Sonano Gadulo Re
મારો સોનાનો, ઘડુલો રે
મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે હે પચરંગી પાઘડી વા'લાને બહુ શોભે રાજ હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે અંગે અંગરખું વા'લાને બહુ શોભે રાજ હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે મારો સોનાનો, ઘડુલો રે હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે
Tuesday, 28 May 2013
Rangtali Rangtali
Rangtali Rangtali
રંગતાળી રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી
મા ચાચડના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા મોતીઓના હારવાળી રે રંગમાં રંગતાળી
મા ઘીના દીવડાવાળી રે રંગમાં રંગતાળી
મા ચુંવાળના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા અંબે આરાસુરવાળી રે રંગમાં રંગતાળી
મા કાળી તે પાવાવાળી રે રંગમાં રંગતાળી
મા કલકત્તામાં દિસે કાળી રે રંગમાં રંગતાળી
મા અમદાવાદે ભદ્રકાળી રે રંગમાં રંગતાળી
મા દૈત્યોને મારવાવાળી રે રંગમાં રંગતાળી
મા ભક્તોને મન વહાલી રે રંગમાં રંગતાળી
માએ કનકનો ગરબો લીધો રે રંગમાં રંગતાળી
તેમાં રત્નનો દીવડો કીધો રે રંગમાં રંગતાળી
માંહી બત્રીસ બત્રીસ જાળી રે રંગમાં રંગતાળી
માંહી નાના તે વિધની ભાત રે રંગમાં રંગતાળી
માએ શણગાર સજ્યા સોળે રે રંગમાં રંગતાળી
મા ફરે રે કંકુડાં ઘોળી રે રંગમાં રંગતાળી
માને નાકે શોભે સોનાની વાળી રે રંગમાં રંગતાળી
ક્યાંય મળતી નથી જોડ તેની રે રંગમાં રંગતાળી
માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યુ રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
મા ગબ્બરના ગોખવાળી રે રંગમાં રંગતાળી
મા ચાચડના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા મોતીઓના હારવાળી રે રંગમાં રંગતાળી
મા ઘીના દીવડાવાળી રે રંગમાં રંગતાળી
મા ચુંવાળના ચોકવાળી રે રંગમાં રંગતાળી
મા અંબે આરાસુરવાળી રે રંગમાં રંગતાળી
મા કાળી તે પાવાવાળી રે રંગમાં રંગતાળી
મા કલકત્તામાં દિસે કાળી રે રંગમાં રંગતાળી
મા અમદાવાદે ભદ્રકાળી રે રંગમાં રંગતાળી
મા દૈત્યોને મારવાવાળી રે રંગમાં રંગતાળી
મા ભક્તોને મન વહાલી રે રંગમાં રંગતાળી
માએ કનકનો ગરબો લીધો રે રંગમાં રંગતાળી
તેમાં રત્નનો દીવડો કીધો રે રંગમાં રંગતાળી
માંહી બત્રીસ બત્રીસ જાળી રે રંગમાં રંગતાળી
માંહી નાના તે વિધની ભાત રે રંગમાં રંગતાળી
માએ શણગાર સજ્યા સોળે રે રંગમાં રંગતાળી
મા ફરે રે કંકુડાં ઘોળી રે રંગમાં રંગતાળી
માને નાકે શોભે સોનાની વાળી રે રંગમાં રંગતાળી
ક્યાંય મળતી નથી જોડ તેની રે રંગમાં રંગતાળી
માની ઓઢણીમાં વિવિધ ભાત્યું રે રંગમાં રંગતાળી
ભટ્ટ વલ્લભને જોયાની ખાંત્યુ રે રંગમાં રંગતાળી
રંગતાળી રંગતાળી રંગતાળી રે રંગમાં રંગતાળી
Zulan Morali Vagi Re, Rajana Kunwar
Zulan Morali Vagi Re, Rajana Kunwar
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર
પીતળિયા પલાણ રે
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર
દસેય આંગળીએ વેઢ રે
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર
કિનખાબી સુરવાળ રે
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર
ચાલે ચટકતી ચાલ્ય રે
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુવર
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર
પીતળિયા પલાણ રે
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર
દસેય આંગળીએ વેઢ રે
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર
કિનખાબી સુરવાળ રે
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર
ચાલે ચટકતી ચાલ્ય રે
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુવર
Friday, 24 May 2013
Mano Garbo Re Rame Rajne Darbar
માનો ગરબો રે , રમે રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર
એલી કુંભારીની નાર તું તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડા કોડિયાં મેલાવ
માનો ગરબો રે , રમે રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર
એલી સોનીડાની નાર તું તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડા જાળીયા મેલાવ
માનો ગરબો રે , રમે રાજને દરબાર
રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર
એલી ઘાંચીડાની નાર તું તો સુતી હોય તો જાગ
માને ગરબે રે રૂડા દિવેલીયા પુરાવ
માનો ગરબો રે, રમે રાજને દરબાર
Khamma Mara Nandjina Lal
ખમ્મા મારા નંદજીના
Thursday, 23 May 2013
Nagar Nandaji Na Lal
Nagar Nandaji Na Lal
નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
કાના ! જડી હોય તો આલ, કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
જોતી ... જોતી ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
એક એક મોતી માંહી સોના કેરો તાર
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
ભાર... ભાર ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
ખાય... ખાય... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
ચોર... ચોર... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી
તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
કહેતી ... કહેતી ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
થોડી ... થોડી ... નાગર નંદજીના લાલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
Ame Maiyara Re Gokul Gamna
Ame Maiyara Re Gokul Gamna
અમે મૈયારા રે…ગોકુળ ગામનાં અમે મૈયારા રે… ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મૈયારા રે… ગોકુળ ગામનાં મથુરાની વાટ મહિ વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણ જી હે… મારે દાણ દેવા, નઇ લેવા મૈયારા રે… ગોકુળ ગામના યમુનાને તીર વા’લો વાંસળી વગાડતો ભુલાવી ભાન સાન ઉંઘતી જગાડતો હે… મારે જાગી જોવું ને જાવું મૈયારા રે… ગોકુળ ગામનાં માવડી જશોદાજી કાનજીને વાળો દુ:ખડા હજાર દીએ નંદજીનો લાલો હે… મારે દુ:ખ સહેવા, નઇ કેહવા મૈયારા રે… ગોકુળ ગામનાં નરસિંહનો નંદકિશોર નાનકડો કાનજી ઉતારે આતમથી ભવ ભવનો ભાર જી નિર્મળ હૈયાની વાત કહેવા મૈયારા રે… ગોકુળ ગામનાં અમે મૈયારા રે… ગોકુળ ગામનાં મારે મહિ વેચવાને જાવા મૈયારા રે… ગોકુળ ગામનાં
He Mare Mahishagar Ne Are Dhol Vage Se
He Mare Mahishagar Ne Are Dhol Vage Se
હે મારે મહિસાગરને આરે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સોનીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારા માની નથણીયું લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં સુથારી આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માનો બાજોઠીયો લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે ગામ ગામનાં દોશીડા આવે સે એ આવે સે, હુ લાવે સે મારી માની ચુંદડીયો લાવે સે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે વાગે સે, ઢોલ વાગે સે હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
Ek Canjari Zolan Zulti Ti
Ek Canjari Zolan Zulti Ti
એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી માએ પહેલે પગથીયે પગ મૂક્યો માની પાની સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ બીજે પગથીયે પગ મૂક્યો માના ઘૂંટણ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો માના ઢીંચણ સમાણા નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ ચોથે પગથીયે પગ મૂક્યો માના સાથળ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ પાંચમે પગથીયે પગ મૂક્યો માની કેડ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો માની છાતી સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ સાતમે પગથીયે પગ મૂક્યો માના ગળાં સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ આઠમે પગથીયે પગ મૂક્યો માના કપાળ સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી માએ નવમે પગથીયે પગ મૂક્યો માના માથા સમાણાં નીર મોરી મા વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
Tuesday, 14 May 2013
Tu Kali ne Kalyani Re Ma
Tu Kali ne Kalyani Re Ma
તું કાળી ને કલ્યાણી રે મા તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
Saturday, 11 May 2013
Ma Pava Te Gadhathi
Ma Pava Te Gadhathi
મા પાવા તે ગઢથી મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા માળી તે આવે મલપતો, મા કાળી રે એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા કુંભારી આવે મલપતો, મા કાળી રે એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા સુથારી આવે મલપતો, મા કાળી રે એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
Monday, 6 May 2013
Hoo Marvada
Hoo Marvada
હો મારવાડા તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે એક વાર જામનગર જાજો રે મારવાડા તમે જામનગરથી લેરિયું લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે કચકડાની બંગડી લાવજો રે મારવાડા તમે એક વાર ઘોઘા જાજો રે મારવાડા તમે ઘોઘાના ઘૂઘરા લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે કચકડાની ડાબલી લાવજો રે મારવાડા તમે એક વાર પાટણ જાજો રે મારવાડા તમે પાટણથી પટોળા લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે કચકડાની કાંસકી લાવજો રે મારવાડા તમે એક વાર ચિત્તળ જાજો રે મારવાડા તમે ચિત્તળથી ચૂંદડી લાવજો રે મારવાડા તમે ઓલું લાવજો, પેલું લાવજો પાન સોપારી પાનના બીડાં, એલચી દાણા હોં કે પેલું લાવજો રે, મારવાડા તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા તમે મારવાડથી મેંદી લાવજો રે મારવાડા
Dholida Dhol Tu Dheeme Vagad Na
Dholida Dhol Tu Dheeme Vagad Na
ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
Subscribe to:
Posts (Atom)